ગુજરાતરાષ્ટ્રીય

PM નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સથી સોમનાથમાં ચાર વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું

આજે પીએમ મોદીએ ગુજરાતની કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથ (Somnath) માં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી છે. સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી હાલ વિકાસકાર્યોનું લોકાર્પણ વિધિ ચાલી રહી છે. જય સોમનાથથી સંબોધન શરૂ કરનાર પીએમ મોદીએ કહ્યું કે, હુ વચર્યુઅલી જોડાયો છું, પણ મનથી હુ સ્વંયને સોમનાથના ચરણમાં અર્પણ કરુ છું. હુ ખુશ છું કે મને પુણ્ય કામની તક મળી છે. આજે આપણે આ પવિત્ર કામના સાક્ષી બન્યા છે.

આજે મને સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોદ્વાર બાદ નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરના લોકાર્પમનું સૌભાગ્ય મળ્યુ છે. આટલુ પુનિત સહયોગ અને સાથે શ્રાવણનો પવિત્ર મહિનો… આ તમામ માટે ભગવાન સોમનાથના આર્શીવાદની સિદ્ધી છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણમાં નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને જીવંત કર્યું. તેમણે મંદિરને સ્વતંત્ર ભારતના સ્વતંત્ર ભારત સાથે જોડાયેલ માનતા હતા.

આઝાદીના 75 માં વર્ષે આપણે તેમના પ્રયાસોને આગળ વધારીએ છીએ. સોમનાથને નવી ભવ્યતા આપી છે. લોકમાતા અહલ્યાબાઈ હોલકરને મારા પ્રણામ છે. જેમણે અનેક મંદિરોના જીર્ણોદ્વાર કરાવ્યા. પ્રાચીન અને આધુનિકતાનું સંગમ તેમણે કરાવ્યું. પર્યટન સાથે જ્યારે આધુનિકતા સાથે જોડાય તો કેવા ચેન્જિસ આવે છે તે ગુજરાતે જોયુ છે. સ્થાનિક બાબતોને વધુ મજબૂત કરવામાં આવે. તેમણે કહ્યું કે, સોમનાથ સદીઓથી શિવની ભૂમિ રહી છે. જે કલ્યાણને જે સિદ્ધિને પ્રદાન કરે છે તે શિવ છે. શિવ વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે. સંહારમાં સર્જનને જન્મ આપે છે. તેથી શિવ અવિનાશી છે. તે અવ્યક્ત છે. શિવ અનાદી છે. તેથી શિવને અનાદી યોગી કહેવાય છે.

સોમનાથનું આ મંદિર આપણા આત્મવિશ્વાસનું પ્રેરણાસ્થળ છે. દુનિયામાં કોઈ આ ભવ્ય સંરચનાને જુઓ તો તેને માત્ર મંદિર નથી દેખાતુ, પણ તેને એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે. આ એવુ સ્થળ છે, જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રકાશનું ક્ષેત્ર બતાવ્યું છે. જે આજે વિશ્વ સામે આહવાન કરે છે કે સત્યને અસત્ય સામે હરાવી શકાતુ નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું. તેથી તે આજે માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વનું વિશ્વાસ છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું હતું કે, 2010થી વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યપ્રધાન મોદીએ સોમનાથના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સોમનાથ મંદિર સ્વચ્છતાના મામલે ટોચ પર છે. સોમનાથની આરતીને ડિજીટલી સૌથી વધુ દર્શનાર્થીઓ જોવે છે. ભીખુભાઈ નામના દાતાના સહયોગથી 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 1783માં બનેલા મંદિરનું આજે જીર્ણોદ્ધાર કરાયો છે. સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે રીતે ટ્રસ્ટ આગળ વધશે. અનેક આક્રમણ વચ્ચે પણ સોમનાથ દરેક વખત ભવ્યતાથી ઉભરી આવ્યું છે.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી સોમનાથનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે.

સોમનાથથી મંદિરથી થોડે દૂર 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનાવાશે તેનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું
સોમનાથ મંદિરની પાછળ આવેલા દરિયાકિનારે 49 કરોડ રૂપિયાના ખર્ચે વોક વે ખુલ્લો મૂકાયો. એક કિલોમીટર લાંબા વોક વેને ‘સમુદ્ર દર્શન’ નામ અપાયું છે
પ્રાચીન કલાકૃતિ ધરાવતું નવનિર્મિત મ્યુઝિયમ અને અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરાયું.

સોમનાથ મંદિર નજીક અંદાજે 25 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ PM ના હસ્તે કરાયું ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ (somnath temple) ના મંદિર ખાતે વિવિધ વિકાસકાર્યોનું પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) ના હસ્તે ઈ લોકાર્પણ કરાયું. પ્રધાનમંત્રી 83 કરોડ રૂપિયાના જુદા જુદા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને ખાતમુહૂર્ત કરાયું છે. સોમનાથ મંદિરના રામમંદિર ઓડિટોરિયમમાં આ લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x