ગુજરાત

કચ્છમાં અનુભવાયો 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સ્થાનિકોમાં ફફડાટ

મળતી જાણકારી પ્રમાણે, કચ્છમાં બપોરે 12.08 કલાકે ફરી એકવખત ભૂકંપનો આંચકો આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની માપવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ   ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું.

19 ઓગસ્ટે જામનગરમાં આવ્યો હતો ભૂકંપ

 જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી. આજ સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા. જામનગર ખાતે ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર દોડ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. સાંજે 7:13 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. ભૂંકપના જોરદાર ઝટકાથી લોકો ભયભીત બન્યા હતા.

ભૂંકપના આંચકા આવે ત્યારે શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

ભૂકંપ કેમ આવે છે ?

આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x