કોરોનાની સપ્ટેમ્બરમાં ત્રીજી લહેર, દરરોજ 4થી 5 લાખ કોરોના કેસ આવી શકે છે : નીતિ આયોગ
ભારતમાં કોવિડ મહામારીનું વિકરાળ રૂપ એક વાર ફરી જોવા મળી શકે છે. નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જારી કરી છે. આયોગે આશંકા વર્તાઈ છે કે સપ્ટેમ્બરમાં 4થી 5 લાખ કોરોના કેસ દરરોજ આવી શકે છે. દરેક 100 કોરોના કેસમાંથી 23 કેસને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડી શકે છે. એવામાં પહેલાથી જ બે લાખ ICU બેડ્સ તૈયાર રાખવાની જરૂર છે.
સપ્ટેમ્બર સુધી બે લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા જોઈએ
નીતિ આયોગે કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં કોવિડ બેડ અલગ રાખવાની ભલામણ કરી છે. આયોગનું કહેવું છે કે ખરાબ પરિસ્થિતિમાંથી ઉકેલ મેળવવા માટે પહેલેથી તૈયાર રહેવું પડશે. સપ્ટેમ્બર સુધી બે લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા જોઈએ. આ સિવાય 1.2 લાખ વેન્ટિલેટર વાળા આઈસીયુ બેડ, 7 લાખ ઓક્સિજન વાળા બેડ અને 10 લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ હોવા જોઈએ.