ગુજરાત

અમદાવાદ : નરોડામાં બનશે શહેરનો સૌથી લાંબો 2.50 કિલોમીટરનો ઓવરબ્રિજ

અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો ખર્ચ અગાઉ રૂા. 55 કરોડ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પાછળથી સુધારો કરીને સળંગ ત્રણ જંક્શનને આવરી લેતો શહેરનો સૌથી લાંબો બ્રિજ બનાવવાનું નક્કી થતાં ખર્ચ વધીને રૂા. 165 કરોડે પહોંચી જનાર છે. આ સુધારાની દરખાસ્ત તા. 23મીએ મળનારી રોડઝ એન્ડ બિલ્ડીંગ કમિટી સમક્ષ આવી છે.સરકાર મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા આ રકમ આપશે તેમ માનવામાં આવે છે. ટ્રાફિકનો અભ્યાસ કરી શહેરી વિકાસ વિભાગે શહેરમાં 20 બ્રિજની જરૂર હોવાનું તારવ્યું હતું. જેમાંથી 7 બ્રિજને અગ્રીમતા આપી તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. જેમાં સત્તાધાર ચારરસ્તા, પલ્લવ ચારરસ્તા, ખારીકટ કેનાલ ઓવરબ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.

નરોડા પાટિયાનો બ્રિજ લગભગ 2.50 કિલોમીટર લંબાઈનો બનશે

અત્યાર સુધી સૌથી લાંબો બ્રિજ અંજલિનો 1 કિલોમીટરનો છે, જ્યારે નરોડા પાટિયાનો બ્રિજ લગભગ 2.50 કિલોમીટર લંબાઈનો બનશે. જેમાં નરોડા પાટિયાથી નાના ચિલોડા તરફ જતા દેવી સિનેમા જંક્શન અને ગેલેક્સી જંક્શનને આવરી લેવાયા છે. આ વચ્ચેના જંક્શન ઉપર કોઈ વાહનને ઉતરવું હોય તો તેની પણ સુવિધા હશે. સીધા જવા માગનારા સીધા જઈ શકશે.

7 બ્રિજ માટે સરકારે અગાઉ 445 કરોડની 2020માં મંજૂરી આપી હતી

ઉપરાંત 55 કરોડનો ખર્ચ હવે 165 કરોડ થશે તેવી બાબત સરકારમાં રજૂ કરતા સરકારે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત પાસ કરાવીને લાવવા જણાવ્યું હતું. 7 બ્રિજ માટે સરકારે અગાઉ 445 કરોડની 2020માં મંજૂરી આપી હતી, તેમાં પણ હવે વધારો કરવો પડશે. નરોડા પાટિયા બ્રિજની દરખાસ્ત છેલ્લા સાત વર્ષમાં ઓછામાં ઓછા પાંચ વખત બજેટમાં આવી હતી અને વર્ષ પૂરૂં થાય એટલે ધૂળ ખાતી પડી રહેતી હતી

રૂા. 55 કરોડમાં બ્રિજ બનાવવાનું નક્કી થયા બાદ આ વિસ્તારના તમામ જંક્શનો ઉપર વધેલા ટ્રાફિકને ધ્યાને લઈને આ બીજી દરખાસ્ત તૈયાર કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. જો કે, આવી બાબતો પ્રારંભિક તબક્કે જ સર્વગ્રાહી રીતે વિચારાતી હોય તો પાછળથી આવા સુધારા કરવામાં જે સમય બગડે તેનો બચાવ થઈ શકે લોકોને એટલી વહેલી સુવિધા મળે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x