આવતી કાલે જાહેર થશે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ, આ રીતે જોઇ શકશો તમારું રિઝલ્ટ
ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આવતી કાલે તારીખ 25 ઓગસ્ટના રોજ સવારના 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાંખીને પરિણામ જોઈ શકશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્રારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવાયું છે. 15.32 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓના પરિણામ પર નજર કરીએ તો A ગ્રુપમાં 14.53 ટકા પરિણામ અને B ગ્રુપમાં 12.05 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે વિધાર્થીનીઓના પરિણામ પર નજર કરીએ તો A ગ્રુપમાં વિધાર્થીનીઓનું પરિણામ 20.84 ટકા પરિણામ અને B ગ્રુપનું પરિણામ 17.89 ટકા પરિણામ જાહેર થયું છે.અગાઉ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ થોડાંક દિવસ અગાઉ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું હતું. જો કે આ ઓનલાઈન પરિણામ માત્ર શાળાઓ જ જોઈ શકશે એવી જાહેરાત કરાઇ હતી. જ્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી પરિણામ મળશે એવી જાહેરાત કરાઇ હતી. જાહેરાત કરાઇ હતી કે, સ્કૂલો પોતાના ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ સાથે લોગ ઇન કરીને જ જોઈ શકશે અને તેને ડાઉનલોડ કરી શકશે. બાદમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરિણામની નકલ મળશે.ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો હતો.