ગુજરાત

ભાજપ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરાઈ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. રત્નાગીરી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ રત્નાગિરી પોલીસ અધિક્ષક નારાયણ રાણેને મળવા પહોંચ્યા હતા. કાગળની કાર્યવાહી થઈ અને નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી. નારાયણ રાણેને હવે રત્નાગિરિ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સ્વતંત્રતા દિવસના ભાષણનો ઉલ્લેખ કરતા રાણેએ કહ્યું હતું કે મુખ્યમંત્રીને યાદ નથી કે દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે તે પાછળ જોઈને પૂછતો હતો. જો હું ત્યાં હોત, તો મેં તેને તેના કાન નીચે થપ્પડ મારી હોત. નાશિક પોલીસ કમિશનરના આદેશથી આ ધરપકડ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે નાસિક પોલીસ કમિશનર દીપક પાંડ્યે તેની ધરપકડનો આદેશ આપ્યો હતો. તેણે રત્નાગીરી પોલીસને નારાયણ રાણેની ધરપકડ કરવા વિનંતી કરી હતી અને તે પછી નાસિક પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે. રત્નાગિરી પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ પોલીસની કુમક વધારી દેવામાં આવી છે.
દરમિયાન રાણેના થપ્પડના નિવેદન બાદ,મહારાષ્ટ્રમાં શિવસૈનિક આક્રમક બન્યા છે. નાશિકમાં ભાજપ કાર્યાલયમાં શિવસૈનિકોએ પથ્થરમારો કર્યો છે. કચેરીમાં ભારે તોડફોડ કરી છે અને રાણે વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજીબાજુ સાંગલીમાં નારાયણ રાણેના સ્વાગત માટે લગાવેલા પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી. આનો જવાબ આપતા રાણેએ કહ્યું, ‘શું આ શિવસેનાની મર્દાનગી છે ? હું શિવસેનાથી ડરતો નથી. શિવસેના આક્રમક છે તેનાથી હું બેવડો આક્રમક છું. મે શિવસેના છોડતા જ શિવસેનાનો અંત આવી ગયો છે. આટલુ કહીને નારાયણ રાણે તેમની નિર્ધારીત જનઆર્શિવાદ યાત્રામાં આગળ વધ્યા હતા.

આ સમગ્ર મામલે બોલતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરી શકતી નથી. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે તેઓ નારાયણ રાણેના નિવેદનનું સમર્થન કરી રહ્યા નથી. પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા, તેમનું શું ?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x