ન્યૂઝીલેન્ડમાં ડેલ્ટાના કેસ 100ને પાર જતાં દેશવ્યાપી કડક લોકડાઉન લંબાવાયું
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેર્ને કોરોના ડેલ્ટાના કેસ ૧૦૦ને પાર જતાં દેશવ્યાપી કડક લોકડાઉનને લંબાવ્યંુ છે અને જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિઅન્ટનું હાલનું સંક્રમણ હજુ ટોચ ઉપર પહોંચ્યું નથી. વડા પ્રધાને લેવલ ચાર નેશનલ લોકડાઉનને ૨૭ ઓગસ્ટની મધ્યરાત્રી સુધી ત્રણ દિવસ માટે લંબાવ્યું છે.
જ્યારે ઓકલેન્ડ કે જે ડેલ્ટા સંક્રમણ માટે એપિસેન્ટર છે ત્યાં ઓછામાં ઓછું ૩૧ ઓગસ્ટ સુધી નિયંત્રણો જળવાઇ રહેશે. આર્ડેર્ને જણાવ્યું હતું કે ડેલ્ટાએ સમગ્ર ગેમના નિયમો બદલી નાખ્યા છે.
સોમવારે ન્યૂઝીલેન્ડમાં નવા ૩૫ કોરોના કેસ નોંધાયા હતાં જેની સાથે ડેલ્ટા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૦૭ થઇ ગઈ છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ૩૩ નવા કેસ ઓકલેન્ડમાં નોંધાયા છે.