ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

• રાજ્યના ખનીજો લૂંટવા ભાજપ સરકારે મંજૂરીઓ આપવી જોઈએ નહિ : પરેશ ધાનાણી

ગાંધીનગર
9, માર્ચ 2018

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી ધાનાણીએ ખાણ ખનીજ મંત્રીશ્રીનાં નિયમ-૪૪નાં નિવેદનની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે નામદાર સુપિ્રમ કોર્ટના ચુકાદા મુજબ કુદરતી સંપતિની ફાળવણી યોગ્ય, બિન ભેદભાવયુકત અને પારદર્શક બને એવું સૂચવ્યું છે. તે આદેશ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧ર જાન્યુઆરી, ર૦૧પથી માઈન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ એકટ-ર૦૧પ અમલમાં મુકવામાં આવ્યો. આ કાયદા હેઠળ બનેલ નિયમોનાં સુધારા મુજબ રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો-ર૦૧૭ બનાવ્યા, જેનું નોટિફિકેશન તા. ર૪-પ-૧૭થી પ્રસિધ્ધ કર્યુ. નિયમ-૪૪નાં નિવેદનમાં નામદાર સુપિ્રમ કોર્ટનાં જે આદેશો છે તે અન્વયે કેન્દ્ર સરકારે જે કાયદો ધડયો છે તેનું ગુજરાતમાં વહેલી તકે અમલીકરણ થાય તેવો શુભ આશય હોય તો અમને ગમશે અને આવકારશું પણ શુભ આશય હોવો જોઈએ. નામદાર સુપિ્રમ કોર્ટનાં આદેશ પછી ર૦૧પમાં કેન્દ્ર કાયદો બનાવે, ર૦૧૭માં આપણે નોટિફિકેશન બહાર પાડીએ અને આજે ર૦૧૮માં જે જુની લીઝની ફાળવણી થઈ હતી તેમાં કયાંક એવા ઈસ્યુ ઉભા થયા હશે કે નામદાર સુપિ્રમ કોર્ટ દ્વારા સરકારને સુચન કરવું પડયું.
શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, નામદાર સુપિ્રમ કોર્ટની સુચના મુજબ કાર્યવાહી થાય તો રાજ્યની આવકમાં વધારો થાય, લીઝોનાં ટેન્ડરમાં તંદુરસ્તી હરિફાઈ થાય અને એ બિડરો જે કમાણી થાય તે રાજ્ય કે કેન્દ્રની તિજોરીમાં જમા કરાવે એવા શુભ હેતુથી આ કાયદો લાવવામાં આવ્યો છે પરંતુ નિયમ-૪૪નાં નિવેદનમાં જે સુધારા સુચવ્યા છે. તે મુજબ હયાત લીઝોની સ્વયં મુદત વધારવાથી રાજ્યને નુકશાન જશે. પરંતુ જો પારદર્શકતા અપનાવવામાં આવે અને જે લીઝની મુદત પુરી થતી હોય તેની મુદત વધારવાને બદલે ઈ ટેન્ડરીંગ કરીએ તો ખુલ્લી હરીફાઈ થાય, વધુ આવકો પારદર્શી રીતે સરકારની તિજોરીમાં આવે. પરંતુ સરકાર સ્વયં પ થી ૧૦ કે ૧પ વર્ષ મુદત વધારી આપશે તો ખૂબજ મોટું નુકશાન રાજ્યને થશે.
શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે વર્ષ-ર૦૧પમાં કાયદો કર્યો. એ કાયદાની અમલવારી-ર૦૩પ સુધી એટલે કે ર૦ વર્ષ સુધી રાજ્યમાં નહિં થઈ શકે. અને આનાથી ગુજરાતની તિજોરીને ભારે મોટુ નુકશાન થશે રાજ્યને ફાયદો થાય તે માટે અમારો સ્પષ્ટ મત છે કે હયાત લીઝોની મુદત વધારો કરવાનું સરકારે સુચવ્યું છે તે નિવેદનમાંથી રાજ્યનાં હિતમાં દુર કરવામાં આવે. રાજ્યમાં વધુ આવક આવે તે જોવાની જરૂર છે નહિં કે ખનીજો લુંટવા માટેની આપણે મંજુરીઆપીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x