દેશમાં 24 કલાકમાં નવા 37000 કેસ નોંધાયા, 648ના મોત
ભારતમાં કોરોના સંકટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 37,593 નવા કોરોના કેસ આવ્યા અને 648 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉના દિવસે 25,467 કોરોના કેસ આવ્યા હતા. બીજી બાજુ 24 કલાકમાં 34,169 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે ગઈકાલે 2776 એક્ટિવ કેસ વધ્યા છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 25 લાખ 12 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4 લાખ 35 હજાર 758 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 17 લાખ 54 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ લાખથી વધુ છે. કુલ 3 લાખ 22 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાના કુલ કેસ – ત્રણ કરોડ 25 લાખ 12 હજાર 366
કુલ ડિસ્ચાર્જ – ત્રણ કરોડ 17 લાખ 54 હજાર 281
કુલ એક્ટિવ કેસ – ત્રણ લાખ 22 હજાર 327
કુલ મૃત્યુ – ચાર લાખ 35 હજાર 758