ગુજરાતરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ કરાયો રદ

PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ

5 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત મુલાકાતે આવવાના હતા. પરંતુ, પીએમ મોદીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમ હોવાથી પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જોકે, પીએમ મોદી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. આ નિમિતે સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટનું વર્ચ્યુઅલી લોકાર્પણ થશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટના રોજ બેથી 3 દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ સાથે અમિત શાહ અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ કલેકટર સાથે પણ બેઠક યોજશે.

હાલ તો અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને ભાજપ કાર્યકરો અને સરકારમાં ઉત્સાહનો માહોલ છે. અને,  ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમિત શાહના આગમનને લઇને તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.

છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધનના પર્વ નિમિતે અમદાવાદ આવ્યા હતા. તેમણે રક્ષાબંધન પર્વની પરિવાર સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અમિત શાહ દર રક્ષાબંધનના તહેવારમાં પરિવારને મળવા અમદાવાદ આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x