ગુજરાત

આવતીકાલથી શરુ થઈ રહી છે JEE મેઈનના ચોથા સેશનની પરીક્ષા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આવતીકાલથી JEE મેઈન ચોથા સત્રની પરીક્ષા લેશે. જેઈઈ મેઈન 2021 સેશન 4, જે મૂળ મે 2021માં યોજાવાનું હતું, તે કોવિડ મહામારીની બીજી લહેરને જોતા મુલતવી રાખવામાં આવ્યું હતું. પરીક્ષા 26, 27, 31 ઓગસ્ટ અને 1 અને 2 સપ્ટેમ્બર 2021ના ​​રોજ યોજાવાની છે.

પ્રથમ પાળી સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી પાળી બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાને જોતા આ વખતે આ પરીક્ષાઓ 334 શહેરોમાં લેવામાં આવી રહી છે. જ્યારે અગાઉ આ પરીક્ષા 232 શહેરોમાં યોજાવાની હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના વરિષ્ઠ નિર્દેશક ડૉ.સાધના પરાશરે જણાવ્યું હતું કે આ વખતે દરેક પાળી માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.  દરેક શિફ્ટમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 660થી વધારીને 828 કરવામાં આવી છે.

આ વાતોનું રાખો ધ્યાન 

1.ઉમેદવારો જરૂરી વસ્તુઓ લઈ જઈ શકે છે જે તેમને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. સેનિટાઈઝર એક જોડી મોજા, ચહેરો કવર કરવા માટે માસ્ક, પાણી અને કેટલીક ખાદ્ય ચીજો. પ્રવેશદ્વાર પર ખોરાક છોડી શકાય છે, પરંતુ હંમેશા માસ્ક પહેરી રાખવુ ફરજિયાત રહેશે.

2. પરીક્ષાખંડની અંદર ઈલેક્ટ્રોનિક ઘડિયાળની મંજૂરી આપવામાં આવશે નહીં.

3. ઉમેદવારોએ સામાજિક અંતરનું પાલન કરવું પડશે અને ગેટ પર ભીડ કરવાથી બચવુ પડશે.

4. મોડા આવવાનું ટાળવા માટે ઉમેદવારોએ સમય પર તેમની એન્ટ્રી અને રિપોર્ટ પ્લાન કરવો પડશે.

5. ડાયાબિટીસના ઉમેદવારોને ખોરાક અને પાણી લઈ જવાની છૂટ આપવામાં આવશે. તેઓ પારદર્શક પાણીની બોટલ સાથે ફળો અથવા ગ્લુકોઝ ગોળીઓ લઈ જઈ શકે છે.

6. કોઈ પણ સંજોગોમાં ઉમેદવારોએ એનટીએ દ્વારા નક્કી કરેલા તેમના એડમિટ કાર્ડ, ફોટો આઈડી અને દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલવું જોઈએ નહીં.

આવી રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ.

2. વેબસાઈટ પર આપેલ એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.

3. હવે તમારો અરજી નંબર અને જન્મ તારીખ સબમિટ કરીને લોગઈન કરો.

4. તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.

5. હવે તેને ચેક કર અને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x