ગાંધીનગર સિવિલના ગેટ પાસે રૂમાલ વેચતી મહિલાને સિવિલમાં ઓર્થોપેડીક નાં ડો.વિકી પરીખે 50 ફૂટ ઢસડી
ગાંધીનગર :
રાજ્ય સરકાર મહિલા સશક્તીકરણની જોરશોરથી વાતો કરી રહી છે. તેવા સમયે ગાંધીનગરમાં જ એક તબીબ દ્વારા મજૂરી કરી પેટિયુ રળતી મહિલાને 50 ફૂટ ઘસડીને લઈ જતા તેમના વર્તન સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
ભોગ બનનાર મહિલાએ કહ્યુ હતું કે, સિવિલના દરવાજે બેસીને વેપાર કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે, કોઇ સંતાન નથી. શનિવારે સામાન્ય વરસાદ પડતો હોવાથી ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ઓર્થોપેડીક વિભાગના ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ઉપાડી ફેંકવા જઇ રહ્યા હતા. હું સામાનની સાથે ઢસેડાઇ રહી હતી, છતા તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને 50 ફૂટ જેટલી મને ઢસેડી નાખી હતી.