ગુજરાત

રાજયમાં સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું કેવું રહેશે? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

બે મહિના સૂના પડેલા ગુજરાત (gujarat rain) માટે આખરે સપ્ટેમ્બર મહિનો ફળ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે ગુજરાતમાં આગામી ચોમાસુ સીઝન વધુ સારી જશે તેવી નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આગાહીકાર અંબાલાલ પટેલ (Ambalal Patel) ના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામા ચોમાસુ વધુ સક્રિય થશે. સપ્ટેમ્બરમા રાજ્યના ઘણા વિસ્તારોમા ભારે વરસાદ (monsoon) ની શક્યતા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યના કેટલાક ભાગો એવો છે જ્યા વરસાદ અપૂરતો છે, ત્યા પણ વરસાદની શક્યતા છે. તારીખ 11 થી 23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમા ભારે વરસાદની અને હળવા ભારે વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરના પ્રથમ બે દિવસ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ રહ્યો હતો. જેના બાદ વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છના અબડાસામાં 1.5 ઇંચ વરસાદ વરસ્ય છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખેડાના કપડવંજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવી, અરવલ્લીના બાયડ તેમજ ગીર સોમનાથના સુત્રાપાડામા 1ક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના 7 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તેમજ 29 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

તો બીજી તરફ, રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધી રજા સુધીમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. તો બાકીના તાલુકામાં નહિવત વરસાદ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x