રાજકોટમાં નકલી દવાનો 1 કરોડનો મિલાવટી દવાનો જથ્થો ઝડપાયો
કોરોના કાળમાં કમાઈ લેવાના આશયથી એક્સપાયરી ડેટની દવાઓમાં મિલાવટ કર્યા બાદ,બજારમાં વેંચી જનસ્વાસ્થ્ય સાથે ખતરનાક ખેલ કેહ્લ્વાના મનસૂબા ધરાવતો નકલી તબીબ રાજકોટમાં ગુરુવારે ઝડપાયો.રાજકોટની SOG પોલીસ હજુ પણ પોતાની કામગીરી જારી રાખતા અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.આ કામગીરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જોડાયો હતો.અન્ય ત્રણ દુકાનમાં દરોડા પડાતા અંદાજે એક કરોડનો મુદામાલ જપ્ત કરાયો હતો. પરેશે એફિડેવિટ કરી પોતાના નામ આગળ ડોકટર ઉમેર્યું હતું અને પગારદાર તરીકે એક આયુર્વેદિક તબીબ રાખ્યો હતો.
એક્સપાયરી દવાઓમાં ચ્યવનપ્રાસ, ચૂર્ણની મિલાવટ
રાજકોટણી શ્રમજીવી સોસાયટીમાં પરેશ પટેલ નામક એક યુવક તબીબ બનીને કલીનીક ચલાવતો હોવાની માહિતીના આધારે SOG પોલીસે બનાવ તબીબ બનીને ફરતા પરેશ પટેલ નામક શખ્સના કલીનીક અને ગોડાઉન પર દરોડા પાડ્યા. તબીબ તો નકલી હતો જ પરંતુ ગોડાઉનની દવાઓ પણ જન આરોગ્ય સાથે રીતસર ખિલવાડ કરનારી હતી. પોલીસે દવાઓની બનાવટની મોડસ ઓપરેન્ડી પૂછતા નકલી તબીબ પરેશ પોપટ બની ગયો. પરેશે દવાઓ અંગે કબૂલાત કરી કે, પોતે અલગ-અલગ જગ્યાએથી કફ સીરપ ,અન્ય વિટામીન અને કિડનીની બીમારીની દવાઓ એકત્રિત કરતો હતો.આ બધી દવાઓ એક્સપાયરી ડેટની લઇ ચ્યવનપ્રાસ,ચૂર્ણ ને સીરપમાં મિલાવી,આયુર્વેદિક દવાઓના લેબલ લગાવી દેતો. અને બજારમાં આ માલ રોગપ્રતિકારક શક્તિ, ડાયાબીટીસ મિટાવી દેતી દવાઓ તરીકે વેચતો. આયુર્વેદિક દવાઓ અને રોગ પ્રતિકારક દવાઓના નામે પરેશ પટેલે રીતસર વેપલો જ માંડ્યો હતો. પોલીસે આ નકલી-મિલાવટી દવાઓને કબજે લીધી હતી. નકલી તબીબ પરેશ પત્નીના નામે દવાખાનું ચ્લ્વતો હોવાની પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે.
કાળાં કારોબારમાં પરેશ એકલો જ છે ? તપાસ થશે એક્સપાયરી ડેટની મિલાવતી દવા જેવો નકલી તબીબ પરેશ પોલીસ કબૂલાતમાં પઢી ચુક્યો હતો કે તેને અન્ય ત્રણ દુકાનો પણ છેતો પોલીસ તો પહોચી જ ગઈ પણ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગને પણ જોડી દીધો. ડ્રગ્સ વિભાગના આસીસ્ટેન્ટ કમિશનર આર.એમ વ્યાસ એ દવાઓના નમૂના લઇ પરિક્ષણ માટે મોકલ્યા. વધુમાં દવાઓ વેચવા માટે લાઇસંસ છે કે કેમ ? અને લાઈસન્સ છે તો સાચું છે કે બનાવટી ? તેની પણ તપાસ હાથ ધરી છે.પોલીસે ત્રણ દુકાનોમાં જાત-તપાસ કરતા અંદાજે 1 કરોડ થી વધુની કિમતનો મિલાવટભરી દવાનો જત્થો જપ્ત કરી લીધો.ડ્રગ્સ વિભાગના અધિકારીનું કહેવું છે કે, કિડનીના રોગની દવાઓ ઉપરાંત અન્ય દવાઓના જથ્થાના સેમ્પ્લ્સને પરીક્ષણ માટે મોકલાશે.નકલી દવાઓના આ કારોબારમાં પરેશ પટેલ એકલો જ છે કે અન્ય કોઈ સાગરીતો પણ છે ? તેની પણ તપાસ થવાની સંભાવનાઓ નકારી શકાતી નથી