પેરાલિમ્પિકમાં ભારતને વધુ 2 મેડલ, શૂટિંગમાં મનિષ નરવાલ ગોલ્ડ અને સિંઘરાજ સિલ્વર મેડલ જીત્યા
ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં શૂટિંગ P4 મિક્સ્ડ પિસ્તોલ SH1 ઈવેન્ટમાં ભારતના મનીષ નરવાલ ગોલ્ડ મેડલ જીત્યા છે જ્યારે સિંઘરાજને સિલ્વર મેડલ મળ્યો છે. મનીષ નરવાલ અને સિંઘરાજ આદનાએ ગોલ્ડ અને સિલ્વર જીતીને ઇતિહાસ રચી દીધોં હતો. સિંઘરાજન ઘરે તો આ મેડલની જીત બાદ ઉજવણી પણ શરૂ થઈ ગઈ હતી. નરવાળે પેરાલિમ્પિક રેકોર્ડ બનાવતા 218.2 પોઈન્ટ મેળવ્યા હતા. આઅ અગાઉ સિંઘરાજ 10 મિટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂક્યા છે.
ભારતની મેડલ સંખ્યા 15
આ સાથે ભારતને ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં 15 મેડલ મળી ગયા છે. જે એક ઐતિહાસિક ઘટના છે. અગાઉ ભારતે આટલું શાનદાર પરફોર્મન્સ ક્યારેય કર્યું નથી પણ આઅ વખતે એથ્લિટસનો જુસ્સો કોઈ અલગ જ સ્તરે માલૂમ પડે છે. ટોક્યો પેરાલીમ્પિક્સનો ત્રીજો ગોલ્ડ
બંને શૂટર્સ ફરિદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશન વખતે તો સિંહરાજ 536 સ્કોર સાથે ચોથા અને મનીષ 533 સ્કોર સાથે સાતમ નંબરે હતા પરંતુ ત્યાર બાદ શાનદાર વાપસી કરતાં 19 વર્ષના મનીષ દ્વારા આ ટોક્યો પેરાલઇમ્પિક્સનો ત્રીજો ગોલ્ડ જીતવામાં આવ્યો હતો.
આ પેરાલિમ્પિકમાં 39 વર્ષના સિંહરાજને બીજો મેડલ મળ્યો છે. આ પહેલા તેમણે 10m Air Pistol SH1 માં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. અવનિ લખેરાની પાસે પણ બે મેડલ છે. તેમણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હાલમાં પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી 15 મેડલ જીતી લીધા છે. ભારતના ખાતામાં હવે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. આ પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયોમાં ભારતે 2 ગોલ્ડ સહિત 4 પદક જીત્યા છે.
ગઈ કાલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની અવનિ લખેરાએ કમાલ કરી દીધો હતો. પેરાલિમ્પિકમાં પહેલા જ ગોલ્ડ જીતી ચુકેલી જયપુરની આ પેરા શૂટરે વધુ એખ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. હવે તેણે મહિલાઓની 50 મીટર રાઈફર 3 પોઝિશન SH1 સ્પર્ધામાં શુક્રવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે આ સ્પર્ધાના ફાઈનલમાં 445.9નો સ્કોર કરી ત્રીજા સ્થાન પર રહી. આ રમતમાં દેશે જીતેલા મેડલોની સંખ્યા હવે 12એ પહોંચી ગઈ છે.