જૂનાગઢ જિલ્લાના રેલવે ફાટકો બંધ કરવાની એન.ઓ.સી. કલેકટરે કરી રદ્દ
જૂનાગઢ :
જૂનાગઢ જિલ્લામાં આવેલા રેલવે ફાટકો બંધ કરવાના નિર્ણયને લઈને જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, બીલખા, વિસાવદર, માળીયાહાટીના, મેંદરડા સહિત ૨૮ જેટલા ફાટકો બંધ અંગે એન.ઓ.સી આપવામાં આવી હતી, જેને લઇને, બીલખા, વિસાવદર,સતાધાર, કાસીયા નેસ તેમજ ભાડેર સાથે સંકળાયેલ ૨૮જેટલી જગ્યાએ ફાટકો બંધ થવાના નિર્ણયને લઈને ફાટકની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને એક ગામ થી બીજે ગામ આવવા જવા પર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે બાબત રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી હતી. વિસાવદર ના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા એ આ બાબતે અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લઇ લોકોની સાથે લઈ આંદોલનનું એલાન કર્યું હતું.સાથો સાથ. ઉદ્ભવ નારા આંદોલનથી ઠરથરી ઊઠેલા તંત્રે આંદોલન શરૂ થાય તે પહેલાં જ આગેવાનોની રજૂઆતો તેમજ આંદોલનની ભીતીથી વહીવટીતંત્રે
ફાટક બંધ અંગેની એન.ઓ.સી. રદ કરી દીધી છે.