વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના? જાણો શું કહ્યું ડો.અરુણ શર્માએ
નવી દિલ્હી :
કોરોનાની પ્રથમ અને બીજી લહેર ભારત પર ખુબ ભારે રહી છે. દેશે પ્રથમ કરતા બીજી લહેર સમયે મોટી તબાહી જોઈ. કોરોના સંક્રમણથી બચવા માટે હાલમાં એક જ વિકલ્પ છે અને એક છે વેક્સિન. વેક્સિન કાર્યક્રમ અંતર્ગત દેશમાં મહત્તમ વેક્સિન આપવાનો સંકલ્પ લઈને કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે વેક્સિનને લઈને ઘણી અફવાઓ પણ આવે છે. તેમજ ઘણા એવા અહેવાલો પણ આવે છે કે વેક્સિન લીધા બાદ પણ કોઈને કોરોના થયો.
આ વચ્ચે કેટલીક માન્યાતા, અફવા અને સવાલોના જવાબ લોકો સુધી પહોંચી રહે તે માટે ભારત સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયાની અલગ અલગ સાઈટ્સ પર પણ આવા સવાલોના જવાબ આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિડીયો સ્વરૂપે સવાલના જવાબ રજુ કરાયા છે. ચાલો આજે આપણે જાણીએ એ સવાલનો જવાબ જે લોકોને ખુબ વધુ વખત થાય છે. અને એ સવાલ છે.વેક્સિન લીધા બાદ પણ કેમ થાય છે કોરોના?
આ પ્રશ્નનો જવાબ વિડીયોમાં ડોક્ટર અરુણ શર્માએ આપ્યો છે. તેઓ ICMR NIIRNCD, જોધપુરના ડિરેક્ટર છે. તેઓએ જણાવ્યું કે વેક્સિનનું ઉદ્દેશ્ય કોરોનાને સંપૂર્ણ રીતે રોકાવું નથી. હાલમાં આપણી પાસે જે વેક્સિન ઉપલબ્ધ છે, તેને મૂકાવવાથી બીમારીની સિવિયારિટી એટલે કે કોરોનાનું જોખમ ઓછું થશે. તેનાથી લોકોને હોસ્પિટલમાં ભરતી નહીં થવું પડે. તેમજ તેનાથી લોકોના જીવ જવાનું જોખમ ઓછું થઇ જશે. પરંતુ કોરોનાના સંક્રમણનો ફેલાવો વેક્સિનના માધ્યમથી સીધો નથી રોકાતો.
આ ઉપરાંત ડોક્ટર અરુણ શર્માએ જાણકારી આપી કે, ‘આ કારણે વારંવાર કહેવામાં આવે છે કે વેક્સિન લીધા બાદ પણ માસ પહેરેલું રાખો. વારંવાર હાથ ધોવો અને સોશિયલ અંતરનું પાલન કરો.’ જાહેર છે કે હવે વેક્સિન લીધા પછી ઘણા લોકો બેદરકાર બની જાય છે. જ્યારે લોકોને વેક્સિન મળી રહી છે, ત્યાર બાદ તેઓ સૌથી મોટી કરે છે તે એ છે કે માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો. સામાજિક અંતરના રાખવું અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવો. પરંતુ સૌએ એ જાણવું જરૂરી છે કે જો આ બેદરકારી રાખી તો કોરોનાથી જીત મેળવવી અઘરી પડી જશે.