દેશમાં કોરોનાની સ્થિતિ વણસી: સતત વઘતા કેસોથી ત્રીજી લહેરના ભણકારા, જાણો વધુ
ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કોરોના કેસ આવ્યા અને 328 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 38,399 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 4367 એક્ટિવ કેસ વધ્યા છે. રિકવરી રેટ 97.42 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 29,682 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 142 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસના 68 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 88 હજાર 673
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ 38 હજાર 92
કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 10 હજાર 48
કુલ મોતઃ 4 લાખ 40 હજાર 533