Uncategorized

ગુગલ એકાઉન્ટને હેક થતા બચાવવા શુું કરાય ? જાણો

જેમ જેમ ટેક્નોલોજી (Technology)આગળ વધી રહી છે તેમ તેમ હેકર્સને પણ આપણા પણ હુમલો કરવાની વધુ તકો મળી રહી છે આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની કેટલીક રીતો વિશે જાણીએ. વાસ્તવમાં લગભગ આપણા બધા પાસે ગૂગલ એકાઉન્ટ (Google Account) છે અને એક પ્રશ્ન નિયમિતપણે ઘણા લોકોના મનમાં આવે છે, “હું મારા Google એકાઉન્ટને હેકરોથી કેવી રીતે સુરક્ષિત રાખી શકું?” જ્યારે નવા સાયબર ગુના (Cyber Crime) ઓ દરરોજ નોંધાય છે ત્યારે ઘણા કિસ્સાઓમાં આ વધુ મહત્વનું બની જાય છે.

તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને બહુવિધ એપ્લિકેશન્સ અને સેવાઓમાં લોગીન કરવું સરળ છે, તેથી જ ઘણા લોકો તેમના Google એકાઉન્ટનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરે છે. તમારું Google એકાઉન્ટ વ્યક્તિગત ડેટા, ફોટોઝ, વીડિયો અને ફાઇલોને લગતી તમારી તમામ મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. ગુગલ તમાકા એકાઉન્ટ માટે સુરક્ષા પ્રદાન કરે છે પણ એટલી પુુરતી નથી તમને સુરક્ષા માટે વધુ પગલા લેવાની જરૂર છે.

Google એકાઉન્ટ્સ માટે 2 સ્ટેપ્સ વેરીફિકેશન

તમારુ ગુગલ એકાઉન્ટ પાસવર્ડથી પ્રોટેક્ટેડ હોય તે પર્યાપ્ત નથી. વધુ સિક્યોર લોગીન માટે પોતાના ગુગલ એકાઉન્ટ પર 2 સ્ટેપ વેરીફિકેશન ઇનેબલ કરો.

આ કર્યા બાદ જ્યારે પણ તમે કોઇ નવા ડિવાઇસમાં સાઇન ઇન કરવાનો પ્રયત્ન કરશો તો ગુગલ તમને નોટીફિકેશન મોકલશે. તે લોગીન કરવા માટે તમારી પરમિશનની રિકવેસ્ટ માંગશે.

શું છે પ્રોસેસ ?

તમારા એકાઉન્ટમાં લોગીન કરવાની પ્રોસેસ થોડી અલગ હશે. ગુગલમાં સાઇન ઇન કરતા તમે પહેલા સામાન્ય રૂપથી પોતાનો પાસવર્ડ એન્ટર કરશો ત્યાર બાદ તમારી પાસે વધુ ડિટેલ્સ માંગવામાં આવશે.

આપણા મોબાઇલ એપના માધ્યમથી તમારા ફોન પર એક કોડ ટેક્સ્ટ આવશે અથવા તો વોઇસ ઇમેલ આવશે. આજ રીતે જો તમારી પાસે સિક્યોરીટી કી છે તો તમે તેને તમારા કોમ્પ્યુટરના USB પોર્ટમાં પણ પ્લગ કરી શકો છો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x