આજે શ્રાવણનો છેલ્લો દિવસ, સોમવતી અમાસે સોમનાથમાં ભક્તોનું ઉમટયું મહેરામણ
આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. અને, આજે શ્રાવણમાસનો અંતિમ દિવસ એટલે કે અમાસ છે. ત્યારે આ નિમિતે પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું છે. સોમવતી અમાસે મહાદેવના દર્શનનો લાભ લેવા દુરદુરથી ભક્તો મંદિર ખાતે ઉમટયાં હતા. અને મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી હતી.
તો રાતભર પદયાત્રીકોનો પ્રવાહ અવીરત વહેતો રહ્યો. પદયાત્રીકોની સેવા માટે અનેક ભંડારાઓ રસ્તામા કાર્યરત રહ્યા હતા. તો કૂદરતી સંયોગ રૂપે ધીમીધારે મેઘરાજા પણ સોમનાથ મંદીર પર જલાભિષેક કરી રહ્યા છે.ભક્તો ડિજિટલ ટેકનોલોજીની મદદથી વર્ચ્યુઅલ પૂજન કરી શકશે
નોંધનીય છેકે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી હવે ભક્તો સોમનાથ મહાદેવના ગર્ભગૃહનું વર્ચ્યુઅલ પૂજન અભિષેકની અનુભૂતિ કરી શકશે. ગર્ભગૃહમાં પોતે શિવલિંગ સમીપ ઉભી જલાભિષેક કરતા હોય તેવો ભાષ થશે. આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદીરમાં આ ડિજિટલ પ્રક્રિયાનો શુભારંભ થશે.
સોમવતી અમાસે પિતૃમોક્ષ માટે પીપળે પાણી ચડાવાય છે
તો આજે શ્રાવણી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ સ્નાન કરી પીપળે પાણી ચડાવી રહ્યાં છે. આજે મોટી સંખ્યામાં લોકોએ પીપળાની પૂજા કરી પાણી ચડાવી રહ્યા છે. લોકો સ્નાન કરી પિતૃ મોક્ષ માટે પીપળના વૃક્ષને પાણી અર્પણ કરે છે. દર વર્ષે શ્રાવણી અમાસના દિવસે લોકો પીપળે પાણી ચડાવવાની પરંપરા ચાલી આવી છે. હિંદુ ધર્મમાં માન્યતા છેકે અમાસના નિમિતે પીપળાના વૃક્ષને પાણી પીવડાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે.