આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

CMની ઉપસ્થિતિમાં ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વવિખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU કર્યા

રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા અને એમેઝોનના પ્રોજેક્ટ હેડ, પબ્લિક પોલિસિ ઓપરેશન હેડ સહિતના અધિકારીઓ પણ આ અવસરે સહભાગી થયા હતા.

આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે.

એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ,જેમ એન્ડ જવેલરી,હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમએસએમઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

2020-21 ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21 ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે.

હવે આ એમ.ઓ.યુ. ની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે.

એટલુ જ નહી યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રેલીયા,જાપાન,સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના ચાર રીજીયનમાં એમએસએમઇ માટે એમેઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x