ગાંધીનગર : ગણેશોત્સવની ઉજવણીને લઇને મહાનગર કમિશનરનું જાહેરનામું, જાણો ક્યા થશેે વિસર્જન
ગાંધીનગર :
સાર્વજનિક ગણેશોત્સવ માટે સરકારે મંજૂરી આપી છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસીપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવ-૨૦૨૧ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસ(પીઓપી)થી બનેલ મૂર્તિઓના વિસર્જનને કારણે પાણીની ગુણવત્તાને થતી અસરોનો તેમજ ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા તેમજ ગણેશજીની મૂર્તિઓ સુંદર બનાવવા માટે પેઈન્ટ્સ કે અન્ય કેમિકલ્સના વપરાશની જગ્યાએ સુશોભન માટે વપરાતા કપડા(કાપડ)નો ઉપયોગ કરવા અને ઇકો ફ્રેન્ડલી(માટીની) ગણેશજીની મૂર્તિનો જ આગ્રહ રાખવો જેના વિસર્જન માટે ગાંધીનગરનાં ઇન્દ્રોડા ગામ ખાતે આવેલ સંત સરોવરની બાજુમાં કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે. જેથી ગણપતિ મૂર્તિઓનું સાબરમતી નદી/તળાવો/નહેરોમાં વિસર્જન ન કરવા અત્રેથી અપીલ કરવામાં આવે છે જેથી જળસ્ત્રોતોને હાની ન પહોંચે.
આથી તા.૧૦/૦૯/૨૦૨૧ થી તા.૨૧/૦૯/૨૦૨૧ સુધી સરિતા ઉદ્યાનની પાછળના ભાગે સંત સરોવર જતા રસ્તે, ઇન્દ્રોડા ગામ પાસે આ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે તો તેનો જ બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.