ગુજરાત

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા

હાલ રાજયભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે એક ખુશખબર છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1 મીટરનો જળસપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેથી નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x