અફઘાનિસ્તાન મુદ્દે આ અઠવાડિયે દિલ્હીમાં મોટી બેઠકો, પીએમ અને ડોવાલ આ મુદ્દે રશિયાના પ્રતિનિધિ સાથે કરશે બેઠક
અમેરિકન પ્રતિનિધિમંડળે મંગળવારે અજીત ડોવાલની સાથે બેઠક કરી
અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ભારત વોશિંગ્ટન અને મોસ્કોની સાથે સંપર્કમાં છે. સત્તાવાર હવાલાથી એક ન્યૂઝ પેપર લખે છે કે આ અઠવાડિએ દિલ્હીમાં બે ઉચ્ચ સ્તરીય ઈન્ટેલિઝેન્સ પ્રતિનિધિમંડળ પોતાના ભારતીય સમકક્ષોની સાથે બેઠક કરશે. રિપોર્ટ મુજબ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના પ્રમુખ વિલિયમ બર્ન્સની આગેવાનીમાં ઈન્ટેલિજેન્સિ અને સિક્યોરિટી અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરશે. અમેરિકન પ્રતિનિધિમંડળે મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલની સાથે બેઠક કરી, જેમાં અફઘાનિસ્તાનથી લોકોની નિકાસીની સાથે તાલિબાન સરકારને લઈને ઘણી મહત્વની ચર્ચા થઈ. નિકોલાઈ પત્રરુષેવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે
ત્યારે બુધવારે રશિયાના સિક્યોરિટી કાઉન્સિલ જનરલ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) નિકોલાઈ પત્રરુષેવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ ઉપરાંત તેમની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે થશે. અખબારના જણાવ્યાનુંસાર બર્ન્સના પ્રવાસ અંગે પુછાતા ભારતીય વિદેશ મંત્રાલય અને અમેરિકન દૂતાવાસે ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો હતો.
અમેરિકા અને રશિયા સાથે બેઠક થઈ રહી છે
અમેરિકા અને રશિયાના અધિકારીઓની સાથે સાઉથ બ્લોકની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે તાલિબાને મોહમ્મદ હસન અખુંદની આગેવાનીમાં સરકારનું એલન કર્યુ છે. આ બેઠક એટલા માટે અગત્યની છે કેમ કે પીએમ નરેન્દ્ર એસસીઓ અને ક્વાર્ડ ગ્રુપની બેઠકમાં સામેલ હશે. જ્યાં અમેરિકા અને રશિયા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને બન્ને દેશો આવનારા દિવસોમાં અફઘાન પર નજર રાખવાની આશા છે.
એસસીઓ મીટિંગમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સામેલ થશે પીએમ મોદી
પીએમ મોદી 16 સપ્ટેમ્બરે એસસીઓ મીટિંગમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સામેલ થશે. ત્યારે 24 સપ્ટેમ્બરે ક્વાર્ડ મીટિંગમાં સામેલ થવા માટે અમેરિકાનો પ્રવાસ કરશે. આ પહેલા ગુરુવારે પીએમ મોદી બ્રિક્સ દેશોની સાથે વર્ચ્યૂઅલ સમિટ કરશે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થશે. આ સમિટમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સુરક્ષા મુદ્દાઓ પર એક પ્રજેન્ટેશન પણ આપશે.
જનરલ પત્રરુશેવ રશિયાન સિક્યોરિટી કાઉન્સિલના સૌથી મોટા અધિકારી
ઉલ્લેખનીય છે કે જનરલ પત્રરુશેવ રશિયાન સિક્યોરિટી કાઉન્સિલના સૌથી મોટા અધિકારી છે અને આ પદ પર 2008માં બનેલા છે. આ પહેલા રશિયાની ઈન્ટેલિજેન્સ એજન્સી એફએસબીના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. જનરલ પત્રરુશેવનો આ પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સાથે 24 ઓગસ્ટે થયેલા ફોન પર વાતચીત બાદ થઈ રહી છે. બન્ને નેતા કાબુલ પર તાલિબાનના કબ્જા અને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી હતી.ભારત અને રશિયા અફઘાનિસ્તાનમાં બદલાયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરશે
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ બન્ને નેતાઓએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી છે કે બન્ને રણનીતિક સહયોગિઓની સાથે મળીને કામ કરવું જોઈએ અને વરિષ્ઠ અધિકારીઓને અફઘાનિસ્તાનના મુદ્દા પર સંપર્ક બનાવી રાખવા કહ્યુ હતુ. મીડિયા રિપોર્ટ મુજબ પત્રરુશેવ દરમિયાનગીરીથી ભારત અને રશિયાને અફઘાનિસ્તાનમાં બદલાયેલી પરિસ્થિતિ પર એક બીજાના વિચાર જાણવા અને સમજવામાં મદદ મળશે.