ગુજરાતરાષ્ટ્રીય

હવે મોઢેરાનું સૂર્ય મંદિર રાત્રે પણ ચમકશે ! જાણો કેમ

દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ

મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે દેશ અને દુનિયામાં વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે અહીં દેશ-દુનિયાના લોકો મોઢેરા ગામ અને મંદિરને નિહાળવા ખેંચાઈ આવે છે. જેથી મોઢેરા ગામને એક નવી અને આગવી ઓળખ પણ મળી રહી છે. જ્યારે મોઢેરા ગામ હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચાલનાર ગામ બનવા જઇ રહ્યું છે. જેનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. મોઢેરામા રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જા પર ચાલશે

મંદિર સહિત આખું ગામ સૂર્ય ઉર્જા પર ચાલશે
સૂર્ય દેવની આરાધના માટે રાજા ભીમદેવ પહેલાએ અગિયારમી સદીમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિરનું નિર્ણાણ કરાવ્યું હતું. મોઢેરા ગામને સૂર્ય ઉર્જાથી પ્રજવલ્લિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. જે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરા ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા સુજાણપુરા ગામની બહાર બની રહ્યો છે. રૂ. 69 કરોડના ખર્ચે થઈ રહેલા સોલાર પ્રોજેક્ટ માટે સરકારે 12 એકર જમીન ફાળવી છે. જ્યાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે. જેમાં ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતા વાળા પ્રોજેકટ ઉભા કરવામાં આવશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજી પણ સર્જાશે.

12 એકર અને 69 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે પ્રોજેક્ટ

રુપિયા 69 કરોડનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટને ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે. જેમાં ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે.રુપિયા 69 કરોડના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 60% જેટલી કામગીરી પૂર્ણ થવા આરે

ગુજરાત માટે ખુશીની વાત કહી શકાય કે, સૂર્યમંદિર અને મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઇ રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી દ્વારા મંદિર પરિસર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. જેમાં રાત્રી દરમિયાન લાઇટિંગના નજરા સાથે જોવા મળશે. હાલ પ્રોજેકટનું 60 % જેટલું કામ પૂર્ણતાના આરે દેશનો પ્રથમ સોલાર પ્રોજેકટ મોઢેરાથી નજીક આવેલા સુજણપુરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે.

સુપ્રસિદ્ધ મોઢેરાને હવે સોલારથી ચાલનાર ગામ તરીકે ઓળખાશે

મોઢેરા ખાતે આવેલું સૂર્યમંદિર સુપ્રસિદ્ધ મંદિર છે. જેના કારણે મોઢેરા ગામને દેશ દુનિયાના લોકો ઓળખતા થયા છે. જેમાં હવે દેશનો પ્રથમ મોટો સોલાર પ્રોજેક્ટ સ્થાપિત થવાના કારણે હવે આ ગામને ફરી એક નવી ઓળખ મળી છે. જેમાં ભારતનું એક માત્ર એવું ગામ કે જ્યાં માત્ર સોલારથી ઉપકરણો ચાલશે. જેથી હવે દેશ વિદેશમાં સોલાર વિલેજ તરીકે મોઢેરા ગામ અને સૂર્યમંદિર ઉભરી આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x