આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો અને મોતના આંકડા જોવા અહીં ક્લિક કરો????????

દેશમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોના કાબુમાં આવ્યો તેમ લાગે છે. આ પહેલા રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 37,875 નવા કેસ નોંધાયા છે અને 369 લોકોના મોત થયા છે.

જ્યારે 39,114 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 31,222 નવા કોરોના કેસ અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 25,772 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 189 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,320 લોકો કોરોના મુક્ત થયા છે.

કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,37,045 છે. જ્યારે કુલ 39,93,877 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 21,820 છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 96 હજાર 718
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 64 હજાર 051
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 91 હજાર 256
કુલ મોતઃ 4 લાખ 41 હજાર 411

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x