ITનું મેગા ઓપરેશન:અમદાવાદમાં 30થી વધુ સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા
દેશભરમાં કરવામાં આવી રહેલી ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી વચ્ચે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને શહેરની બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે. મળતી માહિતી મુજબ, IT વિભાગ દ્વારા શહેરના અનેક બિલ્ડર ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા તેમજ કે મહેતા ગ્રૂપ સહિતના અનેક ગ્રુપો IT ની નજરમાં આવી ગયા છે.
IT વિભાગ દ્વારા શહેરના 30થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી ચલાવાઈ રહી છે, જ્યાં શહેરના બોડકદેવ,થલતેજ, સ્વસ્તિક ચાર રસ્તા,ઘાટલોડિયા, આંબલી રોડ,નવરંગપુરા વિસ્તારમાં ITનાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત IT વિભાગે આંબલી બોપલ રોડ વિસ્તારોમાં પણ તવાઈ કરવામાં આવી છે, જેનાથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે.
કોને કોને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા?
દિપક ઠક્કર અને યોગેશ પૂજારા ITની ઝપટે
કે.મહેતા ગ્રુપ પર આવકવેરા વિભાગની તવાઈ
મનોજ, કિરણ, શૈલેષ, રાજેશ વડોદરિયાને ત્યાં દરોડા
નિલા સ્પેસ, વાસુભૂતિ માર્કેટિંગ, વેદ ટેકનોસર્વમાં રેડ
અશોક ભંડારી, જગદીશ પાવરા, શીતલ ઝાલાને ત્યાં દરોડા