ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણીની મોટી બેઠક : સાત મનપા કમિશનર રહેશે હાજર
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વની બેઠક બોલાવી છે, જેમાં મહાનગરોમાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા કરાશે, 7 મનપાના કમિશનરો હાજર રહેશે, સાંજે ચાર વાગ્ય શરૂ થનાર આ બેઠકમાં ગાંધીનગર મનપાના વિસ્તારના વિકાસના કાર્યોને સમીક્ષા કરવામાં આવનાર છે. મહાનગરોમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે, મહત્વનું છે કે આ બેઠક ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાનારા છે, સી.એમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં મનપાના કમિશનરો સાથે મહત્વની ચર્ચા કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં રાજકોટ મનપાની ટીમ આવશે
મહત્વનું છે કે આજે રાજકોટ મનપાના તમામ હોદ્દેદારે ગાંધીનગર ખાતે યોજાનાર બેઠકમાં હાજર રહેશે, રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિર્પલ કમિશ્રરને પણ ગાંધીનગર બોલાવાયા છે, આ બેઠકમાં રાજકોટ મનપા દ્વારા વિકાસકાર્યોનું એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે તેમજ શહેરમાં વિકાસકાર્યો માટે જે પણ સરકારની જરૂર હોય તે માટે સરકારની મદદ લેવામાં આવશે, રાજકોટ મનપા દ્વારા શહેરની વિવિધ કાર્યો જેવાકે સ્માર્ટિ સિટી પ્રોજેક્ટ, પાણી, આવાસ, નલસે જલ, રોડ રસ્તા, ફાટક, એનઓસી, ફાયર જેવા પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.
મહાનગરોમાં ચાલતા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન કરાશે
મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરને લીધે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ છે. તેમજ મનપાની આ ચૂંટણી માટે 3 મતદાનાર છે તેમજ 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે ત્યારે મનપાની ચૂંટણીને જીવવા ભાજપે પણ કવાયત શરૂ કરી દીધી છે.ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ વખતે મનપાની ચૂંઠણીમાં ઝંપલાવશે ત્યારે ચૂંટણીને લઈને તમામ પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ મનપા કમિશનરની બોલાવી બેઠક છે ત્યારે આ બેઠકમાં અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, મનપા કમિશનર પણ હાજર રહેશે તેમજ ગિફ્ટ સીટી ખાતે મળનાર આ બેઠકમાં જામનગર, ભાવનગર અને જુનાગઢ મનપા કમિશનર પણ ઉપસ્થિત રહેશે.