રાજયમાં કોરોનાકાળમાં શરૂ કરેલી યોજના રૂપાણી સરકારે કરી બંધ, જાણો કેમ
કોરોનાકાળમાં શરૂ કરેલી મોટી યોજના રૂપાણી સરકારે કરી બંધ છે જાણીને આપ પણ નવાઈ પામશો કે જે કારણથી સરકારે બાલ સેવા યોજના ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીમાં સરકારે અનાથ અને નિરાધાર બનેલા બાળકો માટે બાલ સેવા યોજાનાનો પ્રારંભ કર્યો હતો જેમાં જે લોકોએ કોરોનાના કારણે માતા પિતા ગુમાવ્યો હોય તેમના ભરણપોષણથી લઈને વિદેશમાં અભ્યાસ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી હતી.
સરકારે બાલ સેવા યોજના કરી બંધ
આ યોજનામાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકો માટે અનેક સુવિધાઓ કરવામાં આવી હતી જેમાં 18 વર્ષ સુધીના અનાથ બાળકોને 4 હજાર માસિક સહાયની જોગવાઈ કરવામાં આવી હતી તેમજ 21થી 24 વર્ષના યુવાનોને 6 હજાર માસિક સહાયની હતી જોગવાઈ પણ રાખવામાં આવી હતી પરતું હવે સરકારે આ યોજનાને બંધ કરી દીધી છે.
અરજીઓ વધતા સરકારે યોજના કરી બંધ
અહેવાલ પ્રમાણે અનાથ બાળકો માટે અરજીઓ વધતા સરકારે યોજના કરી બંધ કરવાની જાહેરાત કરી છે. કેમ કે અન્ય કારણોસર અનાથ બનેલા બાળકોની અરજી વધતા આ યોજનાને બંધ કરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે આ યોજનામાં દીકરીઓને પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ આપવાની જોગવાઈ રાખવામાં આવી હતી. તેમજ વિદેશ અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓને આવક મર્યાદામાંથી પણ મુક્તિ આપવામાં આવી હતી સાથે જ લોન માટે પણ અગ્રતા આપવામાં આવી હતી.
અનાથ બાળકો માટે શરૂ કરી હતી સેવા
આ બાલ સેવા યોજનામાં મેડિકલ,એન્જિનિયરિંગ, ફાર્મસીમાં અભ્યાસ કરવા ઈચ્છુકને 50 ટકા ફી માફીની પણ જોગવાઈ રાખવામાં આવી હતી પરતું હવે સરકાર દ્વારા બાલ સેવા યોજનાને બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવતા ગબીર અનાથ બાળકોને મોંમાંથી કોડિયો છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે