NEET PG-2021ની પરીક્ષાને લઈ સુપ્રિમકોર્ટનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની આ અરજી SCએ રદ કરી
સુપ્રિમ કોર્ટ દ્વારા NEET PGની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા NEET PG 2021ની પરીક્ષાનું કેન્દ્ર બદલાવાને લઈને જે નવો વિકલ્પ લાવવામાં આવ્યો હતો તેને રદ કરી દેવામાં આવ્યો છે. આગામી 11 સપ્ટેમ્બરના રોજ પરિક્ષા છે. વિદ્યાર્થીઓએ કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્ર બદલાવની માગ કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે તેમની માગ નકારી દીધી છે.
પરિસ્થિતી સુધરી રહી છે જેથી કેન્દ્ર બદલાની ના પાડી
સમગ્ર મામલે સુપ્રિમ કોર્ટના જજોએ કહ્યું કે ભારતમાં હવે કોરોનાની સ્થિતીમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. હવે તો સરકારા દ્વારા બધા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. સાથેજ યાત્રાઓ પણ ફરી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાને લઈને પરિક્ષા કેન્દ્રની બદલાવાની માગનો કોઈ મતલબ નથી.
અરજદારના વકીલની દલીલ
અરજદારના વકીલે એવી દલીલ કરી હતી કે મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોમાં સંક્રમણની સ્થિતી ગંભીર છે. જે મામલે સુપ્રિમ કોર્ટે એવું કહ્યું કે હવે સ્થિતી બદલાઈ રહી છે. દેશમાં કોઈ પણ યાત્રાઓ પર હવે કોઈ પાબંદી લગાવામાં નથી આવી. સાથે વેકેસિનેશન પણ હવે દિવસેને દિવસે વધું રહ્યું છે. જે આપણા માટે સુરક્ષા ચક્ર છે.
સગર્ભા યુવતીઓને અનુમતી આપી હતી
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે NEET PGની 2 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા કેન્દ્ર બદલવા માટે સુપ્રિમ કોર્ટે પરવાનગી આપી હતી. પરંતુ તે બંને યુવતીઓ સગર્ભા હતી જેથી તેમની પરિસ્થિતીને અનુલક્ષીને તેમને આ અનુમતી આપવામાં આવી હતી.