આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભાજપે ઉપવાસ આંદોલન કરીને વિપક્ષમાં બેસવાનું એલાન કર્યું : પરેશ ધાનાણી

ગાંધીનગર
12 એપ્રિલ 2018
દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતુત્વમાં આજે યોજવામાં આવેલા લોકશાહી બચાવ ધરણાને લઈને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આક્રમક પ્રહાર કર્યો છે. આ અંગે ટવીટ કરીને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે લોકશાહીમાં અપેક્ષાની અપૂર્તિનું નામ છે આંદોલન. વિપક્ષનું કામ છે કે તે આંદોલનના માધ્યમથી સમસ્યાને ઉજાગર કરે અને સરકારનું કામ છે તે સમસ્યાનું સમાધાન કરે. પરંતુ હાલ તમામ મોરચે નિષ્ફળ રહેલી ભાજપ સરકારે તેની નિષ્ફળતાની કબુલાત કરી છે. તેમજ ઉપવાસ આંદોલન કરીને હવેથી વિપક્ષમાં બેસવાનું એલાન કર્યું છે.
PM મોદી આજે લોકશાહી બચાવવાના હેતુસર ઉપવાસ કર્યો છે. ત્યારે ભાજપે પણ સમગ્ર દેશમાં આ ઉપવાસ આંદોલનને વેગ આપ્યો છે. ભાજપના આ ઉપવાસ આંદોલનનો ફિયાસ્કો ના થાય એવી અટકળો પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. તો બીજી તરફ, આ ઉપવાસને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે અને ઉપવાસને નાટક પણ ગણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના આ ઉપવાસને કોંગ્રેસે પણ સ્વાંગ ગણાવ્યું છે. કોંગ્રેસે જનતાના ગુસ્સાથી ભયભીત ભાજપ વડાપ્રધાન મોદીના નેતુત્વમાં ઉપવાસનો સ્વાંગ કરી રહ્યા હોવાનું જણાવી રહી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ભાજપે ઉપવાસ કરવાના બદલે સીબીએસસી પેપર લીક મામલે વિધાર્થીઓની માફી માંગવી જોઈએ. ભાજપે નિર્દોષ દલિતોની માફી માંગવી જોઈએ જેમને ભારત બંધ દરમ્યાન હિંસાના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x