ગાંધીનગરગુજરાત

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના શપથ લીધા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.

આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીઓ બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી તરીકે ના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા,મનસુખ ભાઈ માંડવીયા,તેમજ અન્ય મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ,વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ સૌએ નવ નિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પ ગુચ્છ આપી શુભકામના આપી હતી.

ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ચાર રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ દરમિયાન અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, પ્રમોદ સાવંત સહિત ભાજપના અન્ય મોટા નેતા હાજર રહ્યા હતા. શપથવિધી દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. શપથવિધિ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો, RSS સાથે જોડાયેલા આગેવાનો પણ હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x