મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી નુકસાન થયેલા ગામની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લીધી હતી. તેઓએ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી થયેલા નુકશાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને હતી.
મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપી છે. આ સાથે તેઓએ લોકો સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.