મનોરંજન

આખરે મળી ગયા નવા ‘દયાભાભી’!, જેઠાલાલના પાત્રમાં આ અભિનેતા જોવા મળ્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરમાં જોવાતો લોકપ્રિય શો છે. છેલ્લા 13 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક કલાકારોએ ચાહકોના હ્રદયમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. જેમાં જેઠાલાલ એટલે દિલિપ જોશી અને દયાબેન એટલે કે દિશા વાકાણી સૌથી વધુ લોકપ્રિય પાત્રો અને કલાકારો છે. લાંબા સમયથી શોમાંથી દયાબેનની બાદબાકી છે. દયાબેનની ભૂમિકા ભજવતી દિશા વાકાણી આ શોનો ભાગ નથી. તેણે શો છોડ્યો તેનાથી ફેન ફોલોઈંગ પર ખાસ્સી અસર પડી. શો પસંદ કરનારા ફેન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એક સમૂહ એવો પણ છે કે જે આજે પણ આ શો જુએ છે જ્યારે બીજા ફેન્સનું જૂથ એવું છે જે શો જોતો નથી અને દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

આ બન્યા દયાભાભી
જો તમને કહીએ કે નવા દયાભાભી મળી ગયા તો તમને શોક લાગશે. ટીવી અભિનેત્રી એશ્વર્યા શર્મા અવારનવાર ચર્ચામાં રહે છે. ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’ માં એશ્વર્યા શર્મા પાખીની ભૂમિકા ભજવે છે. હવે તે દયાભાભીની ભૂમિકા ભજવવા માટે પણ તૈયાર જોવા મળી રહી છે. તેણે દયાભાભી અને જેઠાલાલની ઓડિયો ક્લિપ પર લિપ સિંક કર્યું છે. આ વીડિયોમાં એશ્વર્યા ઉપરાંત નીલ ભટ્ટ જેઠાલાલની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આમ તો તમને જણાવી દઈએ કે આવું કઈ થવાનું નથી. નથી દયાભાભી આવવાના કે જેઠાલાલ બદલાવવાના. કારણ કે આ તો એક ઈન્સ્ટાગ્રામ રીલ છે.

TAARAK MEHTA KA OOLTAH CHASHMAH ના આ અભિનેતાનો થયો અકસ્માત, સુન્ન પડી ગયું હતું શરીર

નીલ ભટ્ટ બન્યો જેઠાલાલ
‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’ ના એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સીન રિક્રિએટ કર્યો છે. ફેન્સને આ રીલ કપલનો વીડિયો પસંદ પડી રહ્યો છે. અનેક ફેન્સ કહે છે કે એશ્વર્યાએ દયાભાભીનું પાત્ર ભજવવું જોઈએ. જો કે મેકર્સની લાગે છે કે હજુ તેના પર નજર પડી નથી. નહીં તો બંનેની એક્ટિંગ તેમને એકવાર વિચારવા માટે ચોક્કસપણે મજબૂર કરત. બંનેનો વીડિયો ખુબ ફની પણ છે. ગરિમા ગોયલ પણ બની હતી દયાભાભી
આમ તો અત્યાર સુધીમાં દયાભાભીના પાત્રને લઈને અનેક અભિનેત્રીઓનું નામ સામે આવ્યું છે. પરંતુ હજુ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને નવી દયાભાભી મળી શકી નથી. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા વાયરલ થયેલા વીડયોમાં દિશા વાકાણીના ફેમસ રોલ દયાભાભીના લૂકમાં અભિનેત્રી અને યુટ્યૂબર ગરિમા ગોયલ પણ જોવા મળી હતી. ગરિમા સંપૂર્ણ રીતે દયાભાભીના ગેટઅપમાં જોવા મળી હતી. સાડી પહેરવાની સ્ટાઈલથી લઈને હેર-મેકઅપ બધુ તેણે દયાભાભી જેવું જ કર્યું હતું.

દિશા વાકાણીની એનર્જીનો જવાબ નથી
આમ તો કઈ પણ કહો પણ દિશા વાકાણીને બીટ કરવી એટલું સરળ નથી. ગરિમાની કોશિશ કઈ ખરાબ નહતી પરંતુ દયાભાભીની એનર્જી ખરેખર મિસિંગ લાગતી હતી. હવે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આ વીડિયોને ઓડિશન તરીકે જોઈ શકે છે. ગરિમાએ પોતાના લૂકની ઝલક પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ શેર કરી છે. અત્રે જણાવવાનું કે ગરિમા ગોયલ એ યુટ્યૂબર હોવાની સાથે સાથે અભિનેત્રી પણ છે. તે અનેક ડેઈલી સોપ્સમાં કામ કરતી જોવા મળી છે. લોકો તેના યુટ્યૂબ બ્લોગ્સ જોવાના ખુબ પસંદ કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x