ગુજરાતમાં રાજકીય ભૂકંપના એંધાણ, CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે બપોરે શપથવિધિ, મંત્રીઓમાં નો-રીપીટ થિયરી લાગુ થવાની શક્યતા
ગાંધીનગર :
ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. તેમણે શપથવિધિ પૂર્ણ કર્યા બાદ સીએમનો ચાર્જ સંભાળી લીધો હતો અને સૌરાષ્ટ્રમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હવે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાશે. પક્ષ તરફથી તમામ ધારાસભ્યોને સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં રાજભવન ખાતે હાજર થઈ જવા જણાવી દેવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે તેમજ જૂના મંત્રીઓને મંત્રીમંડળમાં સામેલ ના કરાય એવી પણ શક્યતાઓ છે.
મંગળવારે રાત્રે ધારાસભ્યોને રાજભવન પહોંચવા સૂચના અપાઈ
ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મંગળવારે રાત્રે 11 વાગ્યા બાદ તમામ ધારાસભ્યોને પક્ષ તરફથી સૂચના અપાઈ હતી કે તેમને 10 વાગ્યે જ રાજભવન પહોંચી જવાનું છે, પરંતુ કોઈ કારણ અપાયું ન હતું. રાજભવન આવવાનું હોવાથી ત્યાં મંત્રીમંડળના શપથગ્રહણનો સમારોહ છે એ સીધી રીતે ખ્યાલ આવી જાય. જૂના મંત્રીઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. જોકે છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલી કરવાનો નિર્ણય લેવાતાં નો-રિપીટ થિયરી લાગુ કરાય એવું પક્ષના નેતાઓ માની રહ્યા છે.
પાટીલના ભાજપમા ‘પટેલ’ સરકારમા હવે પછી મંત્રીઓના નામ આવા હોઇ શકે છે !
નીમાબહેન આચાર્ય, ભૂજ
કિર્તીસિંહ વાઘેલા, કાંકરેજ
શશીકાંત પંડ્યા, ડીસા
ડો.આશા પટેલ, ઊંઝા
રૂષિકેશ પટેલ, વિસનગર
રાજેન્દ્રસિંહ ચાવડા, હિંમતનગર
ગજેંદ્રસિંહ પરમાર, પ્રાંતિજ
કનુ પટેલ, સાણંદ
રાકેશ શાહ, એલિસબ્રિજ
અરવિંદ રૈયાની, રાજકોટ
ગોવિંદ પટેલ, રાજકોટ
દેવા માલમ, કેશોદ
આર.સી.મકવાણા, મહુવા
જીતુ વારાણી, ભાવનગર
પંકજ દેસાઇ, નડીયાદ
કુબેર ડિંડોર, સંતરામપુર
કેતન ઇનામદાર, સાવલી
મનીષા વકિલ, વડોદરા
દુષ્યંત પટેલ, ભરૂચ
હર્ષ સંઘવી, સુરત
વિનોદ મોરડિયા, કતારગામ
મોહન ઢોડિયા, મહુવા
નરેશ પટેલ, ગણદેવી
કનુભાઈ દેસાઈ, પારડી