ગુજરાતધર્મ દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગનો આદેશ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા આખડી માન્યતા હોય તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.. રાજ્યમાં ભલે કોરોનાના કેસ ઘટી ગયા હોય પણ કોરોના ગયો નથી હજુ પણ કોરોનાના કેસ આવતા જ રહે છે. તેવામાં અંબાજીના ભાદરવી પૂનમના મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.કોરોનાની ત્રીજી લહેર ન આવે તેની અગમચેતીના પગલે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે.. અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી મંદિર બંધ રાખવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદુપરાંત પગપાળા સંઘોને પણ મંજૂરી ન આપવાનો નિર્ણય લેવાયો છે.

જોકે બાધા કે માનતા હોય તેમને મર્યાદિત સંખ્યામાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.. મહત્વનું છે કે કોરોના સંક્રમણ ઘટતા જ ભાવિકોનો પ્રવાહ અવિરત રીતે મંદિર તરફ જઈ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x