દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર, શૂટઆઉટમાં મોસ્ટ વોન્ટેડ આરોપિ સહિત 4 ના મોત
દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં શુક્રવારના ફાયરિંગની ઘટના બની છે. અહીં કોર્ટ નંબર બેમાં રજૂ કરવામાં આવેલા દિલ્હીના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીને ગોળી મારી દેવામાં આવી છે.
જિતેન્દ્રને બે વર્ષ પહેલા જ સ્પેશિયલ સેલે ગુરૂગ્રામતી ધરપકડ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે વિરોધી ગેંગે જિતેન્દ્ર પર હુમલો કર્યો છે.