ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીએ પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મણિનગર ખાતે પંડિત દિનદયાળની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ,મ્યુનીસીપલ કાઉન્સિલરો અને અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પંડિત દિનદયાળનો જીવન પરિચય

એકાત્મ માનવવાદનો સંદેશ આપનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક દીનદયાળ ઉપાધ્યાયનો 25 સપ્ટેમ્બર 1916ના રોજ યૂપીના મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ ભગવતી પ્રસાદ ઉપાધ્યાય હતું માતા રામપ્યારી ધાર્મિક પ્રવૃત્તિમાં માનતા હતાં. તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે . તેમણે ભારતની સનાતન વિચારધારાના યુગાનુકુળના રૂપે પ્રસ્તુત કરતા દેશને એકાત્મ માનવતા જેવી પ્રગતિશીલ વિચારધારા આપી હતી.
Ads by Adgebra

પંડિત દીનદયાળ પોતાની નિષ્ઠા અને ઇમાનદારી માટે જાણીતા હતા. એમનું માનવું હતું કે હિંદુ ધર્મ કોઈ ધર્મ કે સંપ્રદાય નહિ પરંતુ ભારતની સંસ્કૃતિ છે. તેઓ અખંડ ભારતના સમર્થનમાં રહ્યા તેમણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પરિભાષિત કર્યું અને સમાજના સર્વાંગી વિકાસ અને ઉત્થાન માટે અનેક કામ કર્યાં હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x