ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, અધ્યક્ષને પ્લે કાર્ડ બતાવ્યા, 10 ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા બાદ સસ્પેન્શન પાછું ખેંચાયું
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો છે. તેમજ અધ્યક્ષને પ્લે કાર્ડ દર્શાવીને કોરોના મુદ્દે ગૃહમાં હોબાળો કર્યો છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા અને અંતિમ દિવસે વિપક્ષે કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર પર પસ્તાળ પાડી છે. જેમાં કોંગ્રેસે વિધાનસભામાં કોરોના મુદ્દે સરકારને આક્રમક રીતે ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના અન્ય MLA વેલમાં ધસી આવ્યા હતા.
જેના પગલે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 10 ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ અઘ્યક્ષા દ્વારા અંતે સસ્પેન્શન પાછું ખેંચવામાં આવેલ છે