સિંગર લતા મંગેશકરનો આજે જન્મદિવસ, PMએ ટ્વિટ કરીને આપી શુભકામના
દુનિયાભરમાં પોતાના અવાજનો જાદૂ પાથરનારા સ્વરકોકિલા લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. આજે તેઓ 92 વર્ષના થયા છે. આજના દિવસે લતા દીદી સાથે તેમના ફેન્સ અને બોલિવૂડ માટે ખૂબ ખાસ છે. તમામ ફેન્સ સોશિયલ મીડિય પર તેમને શુભકામના આપી રહ્યા છે. ત્યારે આવા સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરને જન્મદિવસની શુભકામના આપી છે. પીએમ મોદીએ તેમના માટે એક ખાસ ટ્વિટ કરીને શુભકામના આપી છે.
પ્રધાનમંત્રી મોદીએ લતા મંગેશકર વિશે લખ્યુ છે કે, આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભકામના. તેમનો સુરીલો અવાજ આખી દુનિયામાં ગુંજે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમની વિનમ્રતા અને જૂનૂન માટે તેમનું સન્માન કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે, તેમના આશિર્વાદ મહાન શક્તિનો સ્ત્રોત છે. હું લતા દીદીના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરૂ છું.
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈંદૌરમાં થયો હતો. લતા મંગેશકરે પોતાના જીવનમાં કેટલીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગાયકીના ક્ષેત્રમાં તેમને અનેકો સન્માન મળી ચુક્યા છે. ગાયિકીના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન બદલ તેમને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે.