આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી ઓછા કેસ, જાણો આજનો આંકડો

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં 201 દિવસ બાદ 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ અને 179  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,030 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,92,206 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,699 નવા કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 97 હજાર 581

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 58 હજાર 002

કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 92 હજાર 206

કુલ મોતઃ 4 લાખ 47 હજાર 373

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x