ગુજરાતમાં પ્રથમ વાર ભાવનગરમાં ડ્રોનથી ખેતરમાં યુરિયાનો છંટકાવ કરાયો
ગુજરાતના(Gujarat)ભાવનગરમાં(Bhavnagar) દેશમાં સૌ પ્રથમ વાર ટેક્નોલોજીના ઉપયોગથી યુરિયાનો(Urea) છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં ખેતરમાં પ્રથમ વાર ડ્રોનની( Drone)મદદથી યુરિયા ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો છે. જે કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. તેમજ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની મોટી પહેલ છે. તેમજ કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.