આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

પ્લાસ્ટિકની બોટલમાં પાણી થશેે બંધ! વિકલ્પ તરીકે કરશે આ પ્રાકૃતિક ચીજનો ઉપયોગ, જાણો વિગતવાર

કેટલાક પ્લાસ્ટિક(Plastic Waste) એકાદ વખતના ઉપયોગ બાદ કચરામાં ફેંકાતા હોય છે. પ્લાસ્ટિક નાશ પામતા સેંકડો વર્ષોનો સમય લે છે. દરરોજ જે પ્રકારે જીવન જરૂરિયાતની ચીજો માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે તે જોતા આપણે દરરોજ પર્યાવરણ(environment) સામે જોખમ ગંભીર બનાવતા જઈએ છે. આસમસ્યાનો દેશમાં ટૂંક સમયમાં હલ આવી શકે છે. જાન્યુઆરી 2022 થી પ્લાસ્ટિક બોટલ(Plastic Bottle)માં પાણી(Drinking Water) વેચવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

જ્યાં સુધી આપણા દેશની વાત છે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની સમસ્યાએ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને કારણ કે દેશમાં ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશ છતાં પ્લાસ્ટિકની થેલીઓ જ્યાંત્યા પથરાયેલી જોવા મળે છે. જો જોવામાં આવે તો આપણા મહાસાગરો પણ પ્લાસ્ટિકના કચરાની ખરાબ અસરોથી બચી શક્યા નથી. દરિયામાં પ્લાસ્ટિક કચરાના ઝડપી સંચયને કારણે દરિયાનું મીઠું ઝેરી બની રહ્યું છે. યુકે, યુએસએ, ફ્રાન્સ, મલેશિયા અને ચીન સહિતના ઘણા યુરોપીયન દેશોમાં બજારોમાં વેચાતા દરિયાઈ મીઠામાં પ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે.

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. આ માટે તેના ઉપયોગને મર્યાદિત કરવા અને ઘણા પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. ભારતમાં પણ આવી જ માંગ સતત થઈ રહી છે પરંતુ તમામ પ્રયાસો છતાં તે થઈ રહ્યું નથી. આ આંકડા પરથી એ પણ અંદાજ લગાવી શકાય છે કે 1990 માં ભારતમાં પોલિથિનનો વપરાશ આશરે 20 હજાર ટન હ, જે દોઢ દાયકામાં વધીને ત્રણ લાખ ટનથી વધુ થઈ ગયો છે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે ભારતમાં કડક પગલાં લેવાની જરૂર છે. જોકે વર્ષ 2022 સુધીમાં દેશને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત’ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરતા 1 જુલાઈ, 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ અત્યારે ભારત માત્ર એટલું જ નહીં તે વિશ્વના સૌથી મોટા પ્લાસ્ટિક કચરાની આયાત કરનારા દેશોમાં સમાવિષ્ટ છે પરંતુ તે દરરોજ વિશાળ પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો પેદા પણ કરે છે.

ભારતના હિમાલયની તળેટીમાં સ્થિત રાજ્યએ પર્યાવરણીય પ્રદૂષણ સામે આવું પગલું ભર્યું છે જે માત્ર આખા દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણ બની ગયું છે. સિક્કિમમાં 1 જાન્યુઆરી, 2022 થી પાણીની બોટલ એટલે કે બાટલીમાં ભરેલા પાણી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની શરૂઆત કરી છે. આ બોટલોને બદલે આ રાજ્યમાં વાંસની બોટલનો ઉપયોગ થાય છે. સિક્કિમ પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x