નવરાત્રીની આઠમને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ગુજરાતના પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. ગઈકાલે નવરાત્રિની આઠમના કારણે અહીં 1.5 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આઠમના દિવસે મા કાળીના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આસો નવરાત્રીની આઠમને લઈને પાવાગઢમાં કાયમ ભક્તોની ભીડ જોવા મળતી રહે છે. અહીં આઠમે એટલે કે ગઈકાલે લગભગ 2 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શનનો લાભ લીધો હતો. માતાના આ મંદિરે માથું ટેકવવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ભક્તો આવતા રહે છે.
પાવાગઢમાં નવરાત્રિના કારણે જે રીતે ભક્તોની ભીડ જોવા મળી છે તેમાં તમે જોઈ શકો છો કે ભક્તોએ શ્રદ્ધાની સામે અન્ય કોઈ વાતને મહત્વ આપ્યું નથી. ફોટોમાં તમે જોઈ શકો છો કે મંદિરમાં કે સીડીઓમાં ભક્તોની એટલી ભીડ છે કે અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી.