રાજયમાં ધોરણ 1થી 5ની શાળાઓ આ સમયથી શરૂ થશે: શિક્ષણમંત્રીએ આપ્યું નિવેદન
રાજ્યમાં દિવાળી બાદ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવામાં આવે તેવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સંકેત આપ્યા હતા. ધોરણ એક થી પાંચની શાળાઓ શરૂ કરવા મામલે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે. શિક્ષકોને પણ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરતાં પહેલાં તાલીમ અપાશે.
નવી શિક્ષણ નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી ટેટની વેલીડિટી વધારવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષા નીતિની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. ટેટ પાસ કરેલા ઉમેદવારોને નુકસાન ન જાય તે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. સરકાર 3 હજાર 300 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.