ગુજરાતમાં ભાજપ દ્વારા સરકાર અને સંગઠનમાં તાલમેલ વધારવા આજથી શરૂ કરશે પ્રશિક્ષણ વર્ગ
ગુજરાતમાં(Gujarat) ભાજપે(Bjp) વિધાનસભા ઈલેકશન પૂર્વે સંગઠનને એક્ટિવ કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં પણ સરકાર અને સંગઠનમાં તાલમેલ સાથે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે તે માટે પ્રશિક્ષણ વર્ગની (Training Class) શરૂઆત કરવામાં આવી રહી છે.
જેમાં શનિવારથી રાજ્યભરમાં પ્રશિક્ષણ વર્ગની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ(CR Patil) સુરત ખાતે પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપશે આ પ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માહિતી ઉપરાંત પાર્ટીની કાર્યપદ્ધતિ, વિચારસરણી, ભાજપાનો ઈતિહાસ, જનસંઘનો ઈતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા , સોસિયલ મીડિયા, વિવિધ સમાજોને લગતા મુદ્દાઓ, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજ મુદ્દે પ્રશિક્ષણ વર્ગ માં ચર્ચા કરવામાં આવશે. આ પ્રશિક્ષણ વર્ગમાં 17 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ વર્ગો 27 ઓક્ટોબર સુધી ચાલશે.
જેમાં આજની રાજકીય પરિસ્થિતિ અને ભાજપાના કાર્યકર્તાનો રાજકીય પરિસ્થિતિમાં શું યોગદાન અને શું તેમની કાર્યપદ્ધતિ હોઈ શકે તે અંગેની બધી જ બાબતોનો વિચાર-વિમર્શ હાથ ધરાશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન વિભાગની યોજના હેઠળ ગુજરાત રાજ્યના 33 જિલ્લા અને ૮ મહાનગરોમાં પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રશિક્ષણ વર્ગ દરમિયાન અપેક્ષિત શ્રેણી મુજબ જિલ્લા/મહાનગરના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો, જિલ્લા મહાનગરના મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, છેલ્લી બે ટર્મના પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, મંડળ પ્રભારીઓ, મંડળ/ વોર્ડના પ્રમુખો અને મહામંત્રીઓ, પક્ષના ચૂંટાયેલ મહાનગરના કોર્પોરેટરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો, જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓના ચેરમેનઓ, જિલ્લા મહાનગરના તમામ સેલના સંયોજકો હાજર રહેશે.દરેક જિલ્લા મહાનગરના પ્રશિક્ષણ વર્ગ ત્રણ દિવસના રહેશે અને અલગ-અલગ સ્થળોએ યોજાશે.