હાર્દિક પટેલ બનશે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ?, મીડિયામાં ચર્ચા વચ્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો
હાર્દિક પટેલ અને તાજેતરમાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા જીગ્નેશ મેવાણીની દિલ્હી હાઈકમાન્ડ સાથેની બેઠકને લઈને ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ગરમાવ્યો વ્યાપ્યો છે ત્યારે આ મામલે હાર્દિક પટેલે ખુલાસો કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જિગ્રેશ મેવાણીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ દિલ્હી પહોંચ્યા હતા, આ બંન્ને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યાની ચર્ચા જામી છે ત્યારે હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું હતું.
મીડિયા અહેવાલોનું હું ખંડન કરું છું
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદે હાર્દિક પટેલના નામની ચર્ચાને લઈને જવાબ આપતા તેણે જણાવ્યું હતું કે, હું 28 વર્ષનો છું, કાર્યકારી અધ્યક્ષ બનાવી પાર્ટીએ મને ઘણું આપ્યું છે, પદ કે હોદ્દાની મને જરાય પણ લાલચ નથી. મીડિયામાં ચાલી રહેલા અહેવાલોનું હું ખંડન કરું છું.
હાર્દિક પટેલને મોટી જવાબદારી અપાઈ એવી સંભાવનાઓ
અહીં ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન બાદ હવે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે અને તે કોંગ્રેસના યુવા ચહેરો બન્યો છે આ ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે જોડાયેલા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ હવે કોંગ્રેસનો ચહેરો બની ગયા છે, ત્યારે આ બંને નેતાઓને કોંગ્રેસ મહત્વની જવાબદારી સોંપે તેવું મનાઈ રહ્યું છે.
વર્કિંગ કમિટીમાં હાર્દિક પટેલ અને મેવાણી રહ્યા હતા હાજર
મહત્વનું છે કે ગઈ કાલે જ કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી જેમાં પક્ષના તમામ નેતાઓ રાષ્ટ્રીય સ્તરે પક્ષની બાબતે ચર્ચા અને મંથન કરતા હોય છે, કોંગ્રેસના હિતને અને કોંગ્રેસની કમાન મજબૂત કરવા હવે કોંગ્રેસ મોટા નિર્ણયની જરૂર છે, કોંગ્રેસની ફરી બેઠી કરવા માટે વર્કિંગ કમિટીની બેઠકમાં મનોમંથન બાદ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આ બેઠકમાં હાર્દિક પટેલ અને જિગ્નેશન મેવાણી રહ્યા હતા હાજર.