રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર 20મી ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યું. 260 કરોડના ખર્ચે 589 એકરમાં બનેલા આ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે ઉત્તર પ્રદેશ સૌથી વધુ એરપોર્ટ ધરાવતું રાજ્ય બની ગયું છે. વડાપ્રધાને વિવિધ કલ્યાણકારી 12 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યો હતો. અને 180.6 કરોડના ખર્ચે કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.

પૂર્વાંચલના લોકોને આપેલું વચન પૂરું કર્યું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુશીનગર એરપોર્ટનું લોકાર્પણ કરતા કહ્યુ કે, ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થાનોને વધુ સારી રીતે જોડવા માટે, ભારત દ્વારા આજે ભક્તો માટે સુવિધાઓના નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુશીનગરનો વિકાસ યુપી સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. તેમણે કહ્યું કે મારા માટે બેવડી ખુશી છે, પૂર્વાંચલના પ્રતિનિધિ તરીકે મેં જનતાને આપેલું વચન પૂરું કર્યું છે.

આજે કુશીનગર સમગ્ર વિશ્વ સાથે જોડાયેલું છે
ભારત વિશ્વભરના બૌદ્ધ સમાજના આદર અને આસ્થાનું કેન્દ્ર હોવાનું જણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથકની આ સુવિધા તેમના આદરને પુષ્પાંજલિ છે. કુશીનગર બુદ્ધના જ્ઞાનથી લઈને મહાપરિનિર્વાણ સુધીની સમગ્ર યાત્રાનો સાક્ષી રહ્યો છે. આ વિસ્તાર આજે વિશ્વ સાથે સીધો જોડાઈ ગયો છે.

આ એરપોર્ટ વિશ્વભરના બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં હવે સંપૂર્ણપણે રસીકરણ થયુ છે. આના કારણે પણ ભારત વિશ્વભરના પ્રવાસીઓને ખાતરી આપે છે કે, ભગવાન બુદ્ધથી લઈને મહાપરિનિર્વાણ સુધીની આખી યાત્રાનો સાક્ષી રહેલો આ વિસ્તાર હવે સમગ્ર વિશ્વ સાથે જોડાઈ ગયો છે. શ્રીલંકન એરલાઇન્સના વિમાનનું લેન્ડિંગ આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાંજલિ આપવા જેવું પવિત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજનો દિવસ પણ એક સુખદ સંયોગ છે કે આજે મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ છે. આજે દેશ દરેક સાથે સૌનો વિકાસ કરી રહ્યો છે. કુશીનગરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દાયકાઓની આશાઓ અને આકાંક્ષાઓનું પરિણામ છે.

પીએમ મોદીએ કહ્યું કે કુશીનગર, પૂર્વાંચલ, યુપી અને સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓને ઘણા અભિનંદન. કુશીનગરનો વિકાસ કરવાની કામગીરી યુપી અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. ભગવાન બુદ્ધનું જન્મ સ્થળ લુમ્બિની અહીંથી દૂર નથી, કપિલવસ્તુ પણ નજીકમાં છે, સારનાથ અને બોધગયા પણ થોડા કલાકોના અંતરે આવેલ છે. આ પ્રદેશ માત્ર ભારતમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે જ નહીં, પણ શ્રીલંકા, કંબોડિયા, સિંગાપોર સહિતના ઘણા દેશો માટે આસ્થા અને આદરનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે, તેનાથી દરેકને ફાયદો થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x