રાષ્ટ્રીય

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો, ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ 105 રૂપિયાને પાર

દેશમાં પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે.

રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.53 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.02 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.75 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 103.24 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.29 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.80 રૂપિયા પર પહોંચી છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.18 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.68 રૂપિયા પર પહોંચી છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.46 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.96 રૂપિયા પર પહોંચી છે.

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.20 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.70 રૂપિયા પર પહોંચી છે.

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.40 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.92 રૂપિયા પર પહોંચી છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.26 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.74 રૂપિયા પર પહોંચી છે.

 અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.35 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.85 રૂપિયા પર પહોંચી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x