T20 વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની શરમજનક હાર થઈ
દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમા પાકિસ્તાને આસાન જીત મેળવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ પાકિસ્તાનને જીત અપાવી છે. પાકિસ્તાને 10 વિકેટે આ જીત મેળવી છે.
પાકિસ્તાનનો ‘મૌકા’ પર ચોક્કો, 29 વર્ષના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતની પહેલી હાર
બાબર આઝમે 52 બોલમાં અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને 55 બોલમાં અણનમ 79 રન કર્યા હતા. જેની સહાયથી PAK ટીમે 13 બોલ પહેલા મેચ જીતી લીધી.
ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતની ટીમે પાકિસ્તાનને 152 રનનો લક્ષ્ય આપ્યો હતો.